Sunday, November 1, 2026

ધર્મમાં વધ્યું અને ઘટ્યું

 

ધર્મમાં વધ્યું અને ઘટ્યું

નવાં અને જીર્ણોધ્ધાર થયેલાં મંદિરો ભવ્ય બન્યાં,

પરંતુ પૂજાની પવિત્રતા ઘટી.

ઠેર ઠેર આલીશાન મસ્જિદો અને મઝારો ફૂટી નીકળી,

પરંતુ બંદગીની બુલંદી ઘટી.

શહેરો અને ઊંડાણના વિસ્તારોમાં સુંદર ચર્ચો બનતાં જાય છે,

પરંતુ પ્રાર્થનાની સુંદરતા ઘટી.

ટૂંકમાં આપણાં ધર્મસ્થાનો ભવ્ય બન્યાં,

પરંતુ આપણી ધાર્મિકતા અભવ્ય બનતી ચાલી.

ધર્મમાં કોલાહલ વધ્યો, આધ્યાત્મ ક્ષીણ થયું.

પૂજામાં પહેરવેશ, પ્રસાદ, પબ્લિસીટી અને દાન-દક્ષિણાનું મહત્વ વધ્યું.

ગરબામાં કોલાહલ, નાચ-ગાન અને સાઉન્ડ સિસ્ટીમની ધમાલ વધી,

કથા અને વ્યાખ્યાનોમાં દેખાદેખીથી શ્રોતાઓનું પ્રમાણ વધ્યું.

સાથે કથાકારકોની દક્ષિણાભૂખ અને એન્ટ્રી ટિકિટના ભાવ પણ વધ્યા.

પરંતુ નથી વધી રહી તમામ ધર્મના અનુયાયીઓમાં,

આત્માની પવિત્રતા.

(પંકજદાંડી)

 

No comments:

Post a Comment