Sunday, November 1, 2026

હિન્દુ છું, એટલે જ નથી ગમતું.

 

હિન્દુ છું, એટલે જ નથી ગમતું.

હિન્દુ હોવાનો મને ગર્વ છે, પણ કેટલુંક મને નથી જ ગમતું.

આપણી વર્ણવ્યવસ્થા હજુ ય એકતામાં અંતરાય બને છે.

જાતિ આધારિત જનગણના દેશના ભાગલાનું કારણ બની શકે છે.

કાયદેસર રીતે પ્રતિબંધિત સતીપ્રથા શું સાચે જ બંધ થઇ ગઈ છે ?

દહેજ, બાળવિવાહ અને વિધવાદમનની દીક્ષા કોણ આપતું હશે ?

અસ્પૃશ્ય માનવને માનવ તરીકેનો દરજ્જો પણ ન મળે એ કેવું ?

આપણા ધાર્મિક ઉત્સવો હવે ધતીંગની કક્ષાએ નથી પહોંચ્યા ?

આશ્રમોમાં ચાલતી અરાજકતા હિન્દુ ધર્મની શરમ નથી શું ?

વિશ્વામિત્રથી વિનોબા સુધીની આપણી ઋષિ પરંપરા

ખુબ મહાન હોવા છતાં કેટલાક સુધારાઓ માંગે છે

એ માટે આપણને બીજા રાજા રામમોહનરાયની જરૂર છે.

હિન્દુ ધર્મ થોડોક બંધ અને વધારે ખુલ્લો છે આથી સુધારાને અવકાશ છે.

આથી જ નવરાત્રીમાં ઝુંટીને લીધેલો ગલગોટો પણ પવિત્ર બની રહે છે.

અને આવા જ ગલગોટા પછી ગુલાબ અને મોગરા બનીને મહેંકી ઉઠશે.

ત્યારે હિન્દુસ્તાનની સીમાની બહાર પણ એની સુગંધ ફેલાશે.

ધીમેથી અને મોડેથી પણ સુધારાને અવકાશ છે એ નક્કી.

(પંકજદાંડી)

 

1 comment: