Sunday, November 1, 2026

આંતરરાષ્ટ્રિય નારી દિવસ

 

આંતરરાષ્ટ્રિય નારી દિવસ

આંતરરાષ્ટ્રિય નારી દિવસ નિમિત્તે સોસીયલ મીડિયા ઉપર

સુવિચારો અને શુભેચ્છાઓનું ઘોડાપૂર આવે છે.

અને સાંજ સુધીમાં ઓસરી પણ જાય છે.

સદીઓથી સ્ત્રી બદલાતી રહી છે.

ઘૂંઘટ, હીજાબ અને બુરખાથી લઈને મોડર્ન સ્લીવલેસ, મીનિસ્કર્ટ

ને સાડી સલવારમાં શોષાતી અને શોભતી રહી છે.

પરંતુ પુરુષ ક્યારેય બદલાયો નથી.

પોતાની મા-બહેન-દીકરી-પત્નીને સુરક્ષિત રાખી

બહારની સ્ત્રીને ઉપભોગવાની માનસિકતા બદલાઈ નથી.

કર્ણએ દ્રૌપદીને વેશ્યા કહી ત્યારે તેના બચાવમાં કોઈ આવ્યું ન હતું.

સ્ત્રીની નિરક્ષરતા આખા સમાજની નિરક્ષરતા છે.

કારણકે તે વિદ્વાન બાળક ઉછેરી શકતી નથી.

સદભાગ્યે આપણા કાંઠા વિસ્તારમાં સ્ત્રી-શિક્ષણનું સ્તર ઊંચું જવા પામ્યું છે.

ભવિષ્યમાં એનાં સારાં પરિણામ જરૂર મળશે.

(પંકજદાંડી)

No comments:

Post a Comment