મૌન
મોદી અને મનમોહનનાં મૌન જુદાં.
મોદીનું મૌન ટ્રમ્પ સામે જયારે મનમોહનનું સોનિયા માટે હતું.
મનમોહનનું મૌન અતૂટ રહ્યું
જયારે મોદીના મૌનને રાહુલનું ગ્રહણ લાગી ગયું.
મૌન સારું જરૂર છે, પરંતુ માત્ર મનન માટે.
જયારે સત્ય માટે શોર હોય,
જયારે અન્યાય સામે આંદોલન હોય,
દેશ, સમાજ અને સંસ્કૃતિ સામે પડકાર હોય,
ત્યારે
મૌન આપણી નબળાઈ બની જાય છે.
મારે મારી વાત જવલંત શબ્દોમાં કહેવી જ જોઈએ.
મારે માથું કપાવવું પડે કે ન પડે,
પરંતુ તેની તૈયારી તો રાખવી જ જોઈએ.
મોદીનું મૌન તૂટ્યું, ટ્રમ્પની ટેરિફ આવી,
છતાં મા ભારતીનાં સંતાનો અવિચળ રહ્યાં.
ભારતની પ્રજાની આ ખુમારીએ દુનિયાને વિચારતી કરી દીધી છે.
(પંકજદાંડી)
No comments:
Post a Comment