Sunday, November 1, 2026

રામપથ - કૃષ્ણપથ

 

રામપથ - કૃષ્ણપથ

અર્જુનની શ્રદ્ધા કૃષ્ણ પર હતી,

 અને એ શ્રદ્ધામાં સખાભાવની ગરિમા હતી.

સરદારની શ્રદ્ધા ગાંધીમાં હતી,

અને એ શ્રદ્ધામાં વડીલની આમન્યા હતી.

આથી જ સરદાર ઘણું છોડીને પણ,

લોકહૃદયમાં સ્થાન મેળવી શક્યા.

કર્ણ અને દુર્યોધનની મૈત્રીના પાયામાં,

અર્જુનદ્વેષ અને વેરભાવ હતા.

એમાં નિર્વ્યાજ પ્રેમની ઉણપ હતી.

‘શત્રુનો શત્રુ તે મારો મિત્ર’

એવા રાજનીતિના તર્ક પર આધારિત હતી.

નીતીશ, તેજસ્વી, રાહુલ એન્ડ કંપની આ બાબતે સરખાં જ છે.

મોદી હિન્દુત્વની સંસ્થાપના માટે મથનારા યુગપુરુષ છે.

ટ્રમ્પ ટેરિફ સામે મોદીની ટક્કર પ્રસંશનીય છે.

એમને પક્ષે રહેતો થોડોક અધર્મ પણ ક્ષમાને પાત્ર છે.

રાજનીતિમાં ‘રામપથ’ નહીં, ‘કૃષ્ણપથ’ જ ઉત્તમ છે.

(પંકજદાંડી)

 

 

No comments:

Post a Comment