Saturday, June 6, 2026

હેપ્પી બર્થ ડે બા

 

હેપ્પી બર્થ ડે બા

એક્સ્ટ્રીમ કોલ્ડ વિન્ટરમાં  

મોન્ટ્રિઅલના બ્લેક આઈસ ઉપર ચાલતાં

લપસી પડું ને 'ઓ...બા...' બોલી જવાય છે.

ત્યારે સાત સમંદર પાર મારી બા નું હૃદય

ભર ઊંઘમાં પણ ધબકારા ચુકી જાય છે.

એ જ તો સાબિતી છે,

મારા અને મારી બા વચ્ચેના,

 લાગણીભર્યા સંબંધોના વાઈબ્રેશનની.

વિશિંગ યુ હેપ્પી બર્થ ડે બા

 આજની પોસ્ટ તારા 87મા જન્મદિનની.

(પંકજદાંડી)

 

સમગ્ર ચપલાવાળા ફેમિલીમાં સૌથી સિનિયર ધીરુકાકાએ 15મી જૂને પોતાના 90 વર્ષ પૂર્ણ કર્યાં. તેમના પછી સિનિયર હયાત વ્યક્તિ એટલે મારી બા. આજે એણે પોતાનાજીવનના 88મા વર્ષમાં પ્રવેશ કર્યો. અમારું અમૃતમ ફેમિલી એટલે માત્ર 28 દિવસની પ્રિષા અને 87 વર્ષની પાર્વતી બા જેવા બે કિનારાઓ વચ્ચે વહેતો પ્રવાહ.

 

 

હાયહાય કરવાનું છોડ

 

હાયહાય કરવાનું છોડ 

તારા ભીતરમાં તું ઝાંક જરા ને

મને વણમાગી સલાહ આપવાનું છોડ,

કોરોનાના લોકડાઉનમાં સમર વીતી ગયો

 હવે બાર્બેકયુનાં સપનાં છોડ.

અનએમ્પ્લોયમેન્ટ છે ઘરબેઠાં મેળવવાનું

હવે પંચકાર્ડ ની ચિંતા છોડ,

ગઈ ઝંઝટ રોજ સવારે વહેલા ઉઠાવાની

 હવે ગેસ પ્રાઈઝની ચિંતા છોડ.

જનરલ વર્કરથી તું ઘણો જુદો માણસ છે દોસ્ત,

હવે કરગરવાનું છોડ,

કોણ કહે છે તને સારી જોબ નથી મળવાની,

ખોટી હાયહાય કરવાનું છોડ.

(પંકજદાંડી)

 

સેલ્ફ ક્વોરેન્ટાઇનમાં

 

સેલ્ફ ક્વોરેન્ટાઇનમાં

નવરો બેઠો જેવું વિચારું છું,

એવાં જ જોડકણાં રચું છું.

થોડુંક પ્રાયન સાથે રમું છું,

પછી કી બોર્ડ પર  ઝૂકું છું.

રોજ રોજ નવું નવું લખું છું,

પછી ક્યાંક ક્યાંક સુધારું છું.

બીઝી હતો તમારી જેમ પહેલાં હું,

પણ હાલ સેલ્ફ ક્વોરેન્ટાઇનમાં છું.

(પંકજ દાંડી)

 

 

સીધો સવાલ કરીએ શ્યામ ?

 

સીધો સવાલ કરીએ શ્યામ ? 

સીધો સવાલ કરીએ શ્યામ ?

જવાબ પણ સીધો જ આપજે દોસ્ત !

તારા દિલમાં પણ ક્યારેક,

ફ્લર્ટીંગની ઈચ્છા ઉદભવે ખરી કે ?

અમે સ્કુટી અને બ્યુટીનું કોમ્બિનેશન લઈને,

એક્ટિવા ઉપર એક્ટિવ થઈને,

તારી પલ્સરની આસપાસ,

ઇનસ્વિંગ અને આઉટસ્વિંગ થતાં રહીએ છીએ.

ત્યારે,

જીવન ક્રિકેટના નિયમોને નેવે મૂકીને,

થર્ડ અમ્પાયરને પણ અંધારામાં રાખીને,

અમારા ગાલના ખંજનમાં,

એકાદ ટી-20 રમી લેવાનું મન થાય છે કે નહીં ???

(પંકજદાંડી)

 

સામનો વૈશ્વિક મંદીનો

 

સામનો વૈશ્વિક મંદીનો 

પિરિયડ છે કોરોના વાયરસનો,

એના સિરિયસ સેકન્ડ વેવનો.

ટાળવા ભય નેક્સ્ટ લોકડાઉનનો,

ચાલો કરીએ ત્યાગ લોકસંપર્કનો.

કડક અમલ સોસીયલ ડિસ્ટન્સીગનો,

ને વધુ ઉપયોગ સોપ-સૅનેટાઇઝરનો.

ન માંગશો સહારો ટ્રુડો, ટ્રમ્પ કે મોદીનો,

નિશ્ચિત નિકટ છે સામનો વૈશ્વિક મંદીનો.

(પંકજદાંડી)

સાચું કહે ભગવાન

 

સાચું કહે ભગવાન

સાચું કહે ભગવાન તારું સરનામું છે શું?

મંદિર, મસ્જિદ,ચર્ચ, ગુરુદ્વારા ક્યાં રહે છે તું ?

લોકડાઉન અમે પણ પાળ્યું ને તેં પણ,

છતાં કોરોના કમ હોતા ક્યોં નહીં એ બતા !

કોઈ તારી વાર્તા કરે છે ને કોઈ કથા,

પણ તું એમને ક્યારે મળ્યો હતો, એ તો બતા !

બની બેઠેલા બાબાઓ તારાથી ડરતા નથી,

પણ તું એમને ડરાવતો કેમ નથી યે ભી બતા !

અને યાદ રાખ, અમે પણ

 તને તકલીફમાં જ યાદ કરીએ છીએ,

બાકી ખુશીમાં તો અમે ય ક્યાં નવરા છીએ!

આઈ એમ શ્યોર, તુજે યે તો હૈ જરૂર પતા.

(પંકજદાંડી)

યોગમાર્ગે કશુંક અલૌકિક મળે તેવું સમજીને લોકો યોગી તરફ ખેંચાય છે. પછી બાબાજી,’ સ્વામીજી,’ ગુરુજી અને ભગવાનની આસપાસ આશ્રમની, સોસાયટીની અને શિષ્ય-શિષ્યાઓની ભીડ વધારનારી એક માયાજાળ રચાય છે. ઢોંગી બાબાઓ વિકાસશીલ ગણાતા ઇન્ડિયામાં જ છે એવું નથી,અતિવિકસિત ગણાતા અમેરિકામાં પણ આ ધંધો બરાબર જામ્યો છે. હમણાં થોડા દિવસ પહેલાં આવા જ એક બાબા ઉર્ફે સેક્સગુરુને 120 વરસની કડક કેદની સજા ફરમાવાઈ. આવા ઢોંગી બાબાઓ પહેલાં પોતાને ભગવાનના એજન્ટ ગણાવે અને પછી જાતે પોતે ભગવાન બની બેસે અને ગોરખધંધા ચાલુ થાય. ઘણા જ્યોતોષીઓની કોરોના અંગેની આગાહીઓ ખોટી પડી. હજુ સુધી કોઈએ છાતી ઠોકીને કહ્યું નથી કે કોરોના ક્યારે જશે. આજની રચના એ બાબતોને વણી લઈને કરવામાં આવી છે. 

સંવત 2077

 

સંવત 2077 

હે પ્રભુ ! હે વિભુ ! હે મિત્ર ! હે સખા !

હે જન્મદાતા ! હે મૃત્યુમોચક !

હે વિશ્વપોષક ! હે જગતચાલક !

સંવત 2077 ના નૂતનવર્ષની સવારે,

તું તારું તેજ મુજમાં ભરી દે,

મારો અજ્ઞાનરુપી અંધકાર તું હરિ લે.

મારો અહંકાર તું ઓગાળી નાખ.

મારાં લોભ, લાલચ, મોહ, માયા, ક્રોધ, કામના,  

કુસંગ, કુટેવ, વ્યસન, વાસના ને તું હરિ લે.

પ્રભુ મને સુઝાડ સન્માર્ગનો મુકામ.

ખીલવી દે આ પંકજને તું કમળ સમાન.

(પંકજદાંડી - સંવત 2077)

 

શૂર્પણખા

 

શૂર્પણખા

ચાઈનીઝ કોરોનાથી વિશ્વ ત્રાહિમામ છે,

ઘરમાં નજરકેદ સહુને પંકજના પ્રણામ છે.

દુષ્ટ બહેનના નાક માટે દુષ્ટ ભાઈ શહિદ થાય છે,

અનીતિ આચરીને ભગવાન સામે પણ યુદ્ધ થાય છે.

શૂર્પણખાને પણ હક્ક હતો રામ જેવા પતિ પામવાનો,

લક્ષ્મણનો શું અધિકાર એના કાન અને નાક કાપવાનો ?

સીતાનું હરણ થાય છે ને લંકા ભડભડ  બળે છે,

રાવણના કુળનાશ પછી પણ સીતાની અગ્નિ પરીક્ષા થાય છે.

એ હજારો વિધવાઓના પેન્શન નું શું?

એ નિર્દોષ બાલુડાંનું ભવિષ્ય નું શું ?

શૂર્પણખાના એક નાક સામે હજારો મોત !

હે કુદરત! તારા સોફ્ટવેરમાં જરૂર છે ખોટ.

પંકજ પટેલ (દાંડી)

સોસીયલ સિસ્ટનસિંગ અને સેલ્ફ ક્વોરેન્ટાઇનના સમયે નવરા બેઠા પંકજે નખ્ખોદ વાળવાને બદલે જોડકણું રચ્યું.

શું શું ખોયું ?

 

શું શું ખોયું ? 

દાંડી ખોયું, ઇન્ડિયા ખોયું, ખોવાઈ મારી જુવાની,

બાળપણ છૂટ્યું, કોલેજ છૂટી, ને છૂટી દોસ્તોની યારી.

શું શું ખોયું બતાવું, કેનેડિયન થઇ જવામાં,

પ્યારી ભારતીયતા છૂટી, બે ડોલર કમાવામાં. 

બહેન મારી ઇન્ડિયામાં, ને ટપાલી રાખડી લાવે છે,

વોટ્સએપ છે આઇફોનમાં, પણ ધરતી અંતર રાખે છે.

છુટવાનું લિસ્ટ લાબું છે, ખુદને વિકસિત કરવામાં,

હોળી, દિવાળી જતાં રહે, બસ સ્નો ક્લીન કરવામાં. 

(પંકજદાંડી)

વંદન

 

વંદન 

વંદન કરું છું એ જગદંબા સ્વરૂપ પત્નીને,

જેનો ડોકટર પતિ કોરોના સામે જંગે ચઢ્યો છે.

વંદન કરું છું એ નિર્દોષ બાલુડાંને,

જેની નર્સ મમ્મી ફ્રન્ટ મોરચો સંભાળી રહી છે..

વંદન કરું છું એ જીજાબાઇ જેવી માતાઓને,

જેમના લાડકવાયા સફાઈ કરી રહ્યા છે.

વંદન કરું છું એ હિંમતવાન બહેનને,

જેનો ભાઈ એમ્બ્યુલન્સ ચલાવી રહ્યો છે.

વંદન કરું છું એ ધૈર્યવાન ભાઈને,

જેની બહેન 108 સંભાળી રહી છે.

સલામ કરું છું એ ખાખી વર્દીને,

જે ગદ્દારોને લાઠી મસાજ કરી રહી છે.

(પંકજદાંડી)

 

 

લઘુત્તમ વસ્ત્ર સંસાર

 

લઘુત્તમ વસ્ત્ર સંસાર

કેનેડાનાં વૃક્ષો પાછાં નવપલ્લિત થયાં છે,

શાખાઓ રંગબેરંગી ફૂલોથી શોભી રહી છે.

હમણાંજ વિન્ટરની નજરકેદને તોડી છે,

અંતરમાં આનંદની લહેરખી દોડી છે.

મિસ્ટર સ્પ્રિન્ગનું શુભાગમન થયું છે,

સ્નોફોલની રામાયણનું શમન થયું છે.

અને હવે......

વૃક્ષો પાસે હશે મહત્તમ પર્ણ ભંડાર,

ને કન્યાઓનો લઘુત્તમ વસ્ત્ર સંસાર.

(પંકજદાંડી)

કેનેડાનાં વૃક્ષો પાછાં નવપલ્લિત થશે,

શાખાઓ રંગબેરંગી ફૂલોથી શોભશે.

હમણાંજ વિન્ટરની નજરકેદને તોડી છે,

અંતરમાં આનંદની લહેરખી દોડી છે.

મિસ્ટર સ્પ્રિન્ગનું શુભાગમન થયું છે,

સ્નોફોલની રામાયણનું શમન થયું છે.

અને હવે......

વૃક્ષો પાસે હશે મહત્તમ પર્ણ ભંડાર,

ને કન્યાઓનો લઘુત્તમ વસ્ત્ર સંસાર.

(પંકજદાંડી)