રાધા ચાલી
રાધા ચાલી, કાનાનું લોકેશન જાણી,
મેં કહ્યું; સરસ બહાનું, ભરવા જમાનાનું પાણી.
ના પંકજ ના, હવે આ વાત નથી રહી અજાણી
પોલ્યુશન વધ્યું
ને ઝેર બન્યું જમનાનું પાણી.
એક્ટિવ થઈને
એક્ટીવા લઇ ચાલી,
અંગે ઉમંગ ને
ધીમું શરમાતી ચાલી
મોંઘો એનો આઈ ફોન
ને રેશમી દુપટ્ટો
કાનાને મળવાનો
સીધો છે રસ્તો.
પાસવર્ડ એન્ટર
કર્યો જીપીએસમાં ખોટો,
તોય સ્ક્રીન ઉપર કાનજીનો
ફોટો.
(પંકજદાંડી)
તો યે સ્ક્રીન પર કાનજીનો ફોટો
ReplyDelete