દાંડી ગામની કહાણી
મારા ગામની પણ અજબ કહાણી છે,
આઝાદીની વારતા અહીંથી જ મંડાણી છે.
અડધી વસતી પરદેશ વસી છે,
પણ વતનપ્રેમ શુદ્ધ દેશી છે.
ભાષા અમારી તળપદી છે,
પણ સૌ બોલે મીઠી વાણી છે.
ટુરિઝમની નવી કમાણી છે,
ને લક્ષ સૌનું અંબાણી છે.
મા અગાસી અમારા કુળની રાણી છે,
બસ આ જ મારા દાંડી ગામની કહાણી છે.
(પંકજદાંડી)
આજથી નેવું વરસ પહેલાં સાબરમતી આશ્રમથી દાંડીકૂચનો આરંભ થયો.ઇતિહાસના એક નવા
પ્રકરણની શરૂઆતથઇ. ત્યારબાદ અનેક નકલી દાંડીકૂચ થઇ છે અને થતી રહેશે. આજે પણ કોંગ્રેસ દ્વારા ચૂંટણીલક્ષી પદયાત્રાનો આરંભ થયો છે. પણ મારી
રચના તો મારા ગામને જ અર્પણ.......
No comments:
Post a Comment