Wednesday, May 13, 2026

રંજન ક્યાં ગઈ

 

રંજન ક્યાં ગઈ

શું કહું રંજન ક્યાં ગઈ ?

પણ દિલ અમારું લેતી ગઈ.

વિનંતી પ્રભુને એટલી,

લઈશ ના પરીક્ષા કોઈની આટલી.

જુદાં જુદાં શહેરો, હોસ્પિટલો જુદી જુદી,

જુદા જુદા ડોક્ટરો ને નર્સો જુદી જુદી.

ઇન્જેક્શન, ઓપરેશન, દવા અને દુઆ જુદી જુદી.

મહેનત, દોડધામ, ખર્ચ  ને સારવાર જુદી જુદી.

નથી રાખ્યું કઈં અન્ય બાકી

પણ અંતે પરિણામ આવ્યું શૂન્ય શાથી ?

પ્રભુ, સાંભળીશ મારી વિનંતી ?

આપજે એ આત્માને અમર શાંતિ !

No comments:

Post a Comment