એજ તો અમારું દાંડી છે
જયાં મેકડોનાલ્ડ અને સબ વે
નથી,
જયાં કોઈ હોટેલ અને મોટેલ
નથી.
જયાં વિજયના ઢોસા ને ભજીયા
છે,
જ્યાં ખારાશવાળી તાજી હવા
છે.
જયાં ની હવામાં ચોખ્ખાઈ છે,
જ્યાં ના માણસોમાં સચ્ચાઈ
છે.
જ્યાં નેશનલ સોલ્ટ
મ્યુઝિયમ છે,
જ્યાં વિકાસ હોવાનું કન્ફ્યુઝન
છે.
જયાં મીઠું ઉપાડયું એ
ગાંધી છે,
અરે ભઈ, એજ તો અમારું દાંડી છે.
(પંકજદાંડી)
No comments:
Post a Comment