જીવન જ્ઞાન
મનોમંથન કરતાં હું જીવન જ્ઞાન માટે
મથ્યો,
ને મને મારા જ સવાલનો સચોટ જવાબ જડયો.
મારી નબળાઈની શરૂઆત આસક્તિથી થઈ,
પછી ક્યાંકથી કામનાબહેનની એન્ટ્રી થઇ.
ધીમે પગલે વિલન ક્રોધકુમાર ઘુસી ગયા,
સાથે સિસ્ટર સ્ટુપિડીટીને લેતા આવ્યા.
આથી મારા સદગુણોની બાદબાકી થઇ,
પરિણામે મારી બુદ્ધિ બહેર મારી ગઈ.
નથી રહી હવે જીવનમાં કોઈ ભીનાશ,
બતાવો, ક્યાં ગઈ મારા જીવનની મીઠાશ ?
(પંકજદાંડી)
No comments:
Post a Comment