Friday, June 5, 2026

સ્પ્રિન્ગનું આગમન

 

સ્પ્રિન્ગનું  આગમન

મોન્ટ્રિઅલના વૃક્ષો પર આઇસનો જમાવડો છે

મોર્નિંગમાં લાઇટિંગ ટ્રિઝ કુદરતનો કરિશ્મો છે.

'સ્ટીલ મોર ફ્રીઝીંગ રેઈન'નો ફોરકાસ્ટ છે

છતાંય હાઇવે પર ડ્રાયવિંગ જરા ફાસ્ટ છે.

અકસ્માત પડવું, લપસવું એ નમસ્કાર છે

ને છતાં હાડકું ન ભાંગવું એ ચમત્કાર છે.

ભાઈ વિન્ટર, હવે તું જાય એ જ સારું છે,

તારા પછી સ્પ્રિન્ગનું  આગમન ન્યારું છે.

(પંકજદાંડી)

સમરની વહેલી પ્રભાતમાં

 

સમરની વહેલી પ્રભાતમાં

જાગીશ હું સમરની વહેલી પ્રભાતમાં,

મફલર, સ્વેટર, જેકેટ મુકીને કબાટમાં.

નો ટાઈમ ફોર ટાઈમપાસનસીબમાં,

ટાઈમ ઇઝ મની કેનેડિયન લાઈફમાં.

ભલે ને વીક ડેઝ જશે કામના ઘર્ષણમાં

પણ વીક એન્ડને જોઇશ આનંદના દર્પણમાં

બાર્બેક્યૂ કરીશ ને ક્રિકેટ વર્ડ કપ ટીવીમાં

વળી લગન, પાર્ટી ને પીકનીક બોનસમાં.

લોન્ગ વીક એન્ડ્સ બીચ અને કેમ્પીંગમાં,

લીવ લાઈફ જોગિંગ ને જમ્પિંગમાં.

 (પંકજદાંડી)

કુટુંબનું પોષણ

 

કુટુંબનું પોષણ

ભગવાન તું મારુ એક કામ કરી દે

તારું સુખનું સોફ્ટવેર મને આપી દે.

મારે જીવવું છે જગતમાં જુદું જીવન

અહીં તો છે ભાઈ પંચકાર્ડનું બંધન.

મોન્ટ્રિઅલ માંગે છે પાર્લે ફ્રાંસેની સ્કિલ

ને તૂટી જાય છે મારુ દેશી દિલ.

થાય છે હવે તો અહીં પણ શોષણ,

અઘરું બન્યું છે કુટુંબનું પોષણ.

(પંકજદાંડી)

શહીદોને સલામ

 

શહીદોને સલામ

ભારતના એ શૂરવીર ને નરબંકા શહીદોને સલામ છે,

કસમ--હિન્દુસ્તાન આતંકીઓની ઊંઘ હવે હરામ છે.

પથ્થરબાજો, આતંકીઓ અને મુફતીઓ સામે ઝઝૂમતા,

જાનને જોખમમાં મુકતા CRPF ના વીરોને સલામ છે.

તમે તો ખૂનની હોળી ખેલીને દેશ માટે ફના થઇ ગયા,

ને તમારી શહાદત પર પોલિટિશિયનો નાગા થઇ ગયા.

તમે પણ સપનાં જોયાં હશે જીવનમાં સુખની ઇનિંગના,

તે તમામ ભડભડ બળી ગયાં ગઈકાલની જ ઇવીનીંગમાં.

વીરો,  તમારી શહાદતને આમ વેડફવા નહિ દઈશું

આજથી જ સર્જીકલ સ્ટ્રાઇકનો દોર જારી કરીશું.

(પંકજદાંડી)

વિનય મંદિર મને વ્હાલું

 

વિનય મંદિર મને વ્હાલું

એ ફોર એપલ મને જ્યાં ભણવા મળ્યું,

X²-Y² સૂત્ર મને જ્યાં શીખવા મળ્યું.

જ્યાં શિક્ષકનું વર્તન પ્રેમથી ભર્યું,

તે વિનય મંદિર મને સહુથી વ્હાલું !

સુથારી, લુહારી, ટર્નીંગ , ફિટિંગ,

વેલ્ડિંગ અને વાયરિંગ સુધ્ધાં કરી નાખ્યું.

ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથ્સ અને ઈંગ્લીશ સાથે,

મેટ્રીક અમે પાસ કરી નાખ્યું.

સમાજ નવ નિર્માણમાં અમે ગાંધીજીને ભણી ગયા,

હિન્દી અને ગુજરાતીમાં ઈંગ્લીશ અમે શીખી ગયા.

ભણાવી ભણાવીને મગજ નથી રાખ્યું ખાલું,

મારુ વિનય મંદિર મને આજે પણ વ્હાલું !

(પંકજદાંડી)

લગ્નની કંકોતરી

 

લગ્નની કંકોતરી

 યાદ છે ???

હતી ઉનાળુ વેકેશનની ઘડી,

ને અચાનક તું મને બસમાં મળી.

 મેં પૂછ્યું; ક્યાં હતી તું ?

અને તેં કહ્યું હતું ....

તારી સ્કૂલમાં, તારા ક્લાસમાં, તારા હાસ્યમાં, તારા રહસ્યમાં....

ને તો ય હું ગાંડો કશું સમજ્યો નહિ ને પૂછી બેઠો,

તો ક્યાં નથી તું ?

અરે.........તારી કિસ્મતમાં.... !

એટલું બોલીને, તું બસમાંથી ઉતરી....એ ઉતરી.

અને બે વીક પછી,

મળી મને તારાં લગ્નની કંકોતરી !

 (પંકજદાંડી)

 આમ તો છે આ તેંતાલીસ વરસ પહેલાંની વાત,

પણ છેક આજે મળ્યો એને કવિતાનો સાથ.

બળબળતા બપોરની બરાબર યાદ છે એ ઘટના,

એક કહાણીના ઉદય પહેલાંજ અસ્તની દુર્ઘટના.