Friday, June 5, 2026

દાંડીનો મેળો

 

દાંડીનો મેળો

સૌ બાળમિત્રો ભેગા મળીને દાંડીના મેળામાં જતા હતા,

હિતુ, ખંડો, મોહન અને જયંતી અમારા લીડર હતા.

બા પાસેથી મળેલા સિક્કામાં લખપતિનો અનુભવ થતો હતો,

અમારી નાની નાની આંખોથી દુનિયાની અજાયબી જોતા હતા

સોમવતી અમાસે નાગનાં દર્શન કરતા હતા,

ને પાંચ પૈસામાં આખી ટોળી પુણ્ય કમાતી હતી.

ફુગ્ગો ફુલાવી, વાંસળી ને પીપુડી વગાડી હતી,

રેવડી, ચીકી, દાળિયા ને જાત્રાબોર ખાધાં હતાં.

ત્યારે પ્લાસ્ટિકના લાલ લીલા ચશ્માથી

દુનિયાની રંગીની જોતો હતો,

અને આજ સવારથી કહાં ગયે વો દિન

 કહીને આત્મા મારો રોતો હતો.

(પંકજદાંડી)

No comments:

Post a Comment