રાધા અને મીરાં
ગોરસની મટકી ને પ્રેમની રસધાર તે રાધા,
ઝેરની કટોરી ને શ્રદ્ધાનું અમૃત તે
મીરાં.
કા’ન કાજે ભરવાડણનું વનભ્રમણ તે રાધા,
શ્યામ સારૂ રાજપૂતાણીનું સમર્પણ તે
મીરાં.
યમુનાનાં નીર સાગરના તીરમાં સમાય તે
રાધા,
દ્વારિકાનો દ્વીપ મેવાડના મહેલમાં
દેખાય તે મીરાં
પ્રીતમ વિદાય પછી પણ નિત્ય પ્રતીક્ષા
તે રાધા,
વ્હાલમ વિરહના વહેણમાં અંતિમ દીક્ષા તે
મીરાં.
સાચે જ રાધાની બંસરી તે વૃંદાવન વિહારી,
ને મીરાંનાં મંજીરાં તે ગોકુલ ગિરધારી.
(પંકજદાંડી)
No comments:
Post a Comment