દાદી દાદાને જોરદાર લવ કરે છે
દાદી દાદાને જોરદાર લવ કરે છે,
ઊઠતાંવેંત ચશ્મા ને ગરમાગરમ ચા સર્વ કરે છે,
મમ્મી કહે છે; દાદી જ દાદાને બગાડે છે.
સવારે પ્રેશરની, બપોરે વિટામિનની અને
રાતે પ્રોસ્ટેટની પીલ્સ અચૂક આપે છે.
રોજ ડિનર પહેલાં બિયરની બોટલ દાદી જ ઉઘાડે છે,
સન્ડે ઇવીનીંગમાં બ્રાન્ડી, વીસ્કી, રમ કે
વોડકાનો પટિયાલા પેગ પણ આપે છે.
દાદાના કપડાં દાદીના ડ્રેસ સેન્સનું જ પરિણામ છે,
દાદાનું ફેવરિટ સ્લીવલેસ સ્વેટર હજુય દાદી જ
ગૂંથે છે.
દાદાને વ્હાલું લેપટોપ ને દાદીને વ્હાલી સિરિયલ,
બંને લડે, ઝગડે,
હસે, રડે ને જીવન જીવે રિયલ.
(પંકજદાંડી)
No comments:
Post a Comment