શૂર્પણખા
ચાઈનીઝ કોરોનાથી વિશ્વ ત્રાહિમામ છે,
ઘરમાં નજરકેદ સહુને પંકજના પ્રણામ છે.
દુષ્ટ બહેનના નાક માટે દુષ્ટ ભાઈ શહિદ
થાય છે,
અનીતિ આચરીને ભગવાન સામે પણ યુદ્ધ થાય
છે.
શૂર્પણખાને પણ હક્ક હતો રામ જેવા પતિ
પામવાનો,
લક્ષ્મણનો શું અધિકાર એના કાન અને નાક
કાપવાનો ?
સીતાનું હરણ થાય છે ને લંકા ભડભડ બળે છે,
રાવણના કુળનાશ પછી પણ સીતાની અગ્નિ
પરીક્ષા થાય છે.
એ હજારો વિધવાઓના પેન્શન નું શું?
એ નિર્દોષ બાલુડાંનું ભવિષ્ય નું શું ?
શૂર્પણખાના એક નાક સામે હજારો મોત !
હે કુદરત! તારા
સોફ્ટવેરમાં જરૂર છે ખોટ.
પંકજ પટેલ (દાંડી)
સોસીયલ સિસ્ટનસિંગ અને સેલ્ફ
ક્વોરેન્ટાઇનના સમયે નવરા બેઠા પંકજે નખ્ખોદ વાળવાને બદલે જોડકણું રચ્યું.
No comments:
Post a Comment