જેરી પાર્ક
આજે અમારા જેરી પાર્કમાં ભીડ છે,
પણ કોલાહલ અને ધક્કામુક્કી નથી.
ચીયર છે, બિયર છે ને બાર્બેક્યૂ ય છે,
પણ કોઈ કોઈને ગળે મળતું કે ચુમતું નથી.
સ્પોર્ટ્સ કારની ધણધણાટી ધ્યાનભંગ કરાવે છે,
પણ ઇકોનોમિક કારો શાંતિ ભંગ કરતી નથી.
ક્યાંક ક્યાંક માસ્ક છે ને સોશીયલ ડીસ્ટન્સ છે,
પણ લોકોમાં હવે કોરોનાના ડરનો માહોલ નથી.
(પંકજદાંડી)
બે વીક પહેલાં જેરી
પાર્કમાં જોયેલાં દશ્યોને શબ્દોમાં ઉતારવાનો પ્રયત્ન કર્યો છે.
No comments:
Post a Comment