Saturday, June 6, 2026

પંકજને તું વ્હાઇટ હેર જોઇશ

 

પંકજને તું વ્હાઇટ હેર જોઇશ

 ફેસબુક પર લખું છું આપણા સંબંધોની કવિતા;

મોન્ટ્રિઅલથી વહાવું છું હજુ ય પ્રેમની સરિતા.

હવે કેનેડામાં ઝાઝું બોલ્યા વિના લખ્યા કરું છું.

મૌનની મસ્તીથી લેપટોપે યાદ કર્યા કરું છું.

આજે લોકડાઉનમાં મેં લખી છે તારી ગઝલ;

જયારે અડધી પુરી થઇ જિંદગીની મજલ.

મળશે સમય તો વાંચજે જઈને સ્ટેટબેંકમાં;

રાજદૂતયાદ કરજે રીંછના અભ્યારણમાં.

પણ ફેસટાઈમ કરવાની ભૂલ ન કરીશ હાલમાં;

કારણકે પંકજને તું વ્હાઇટ હેર જોઇશ જવાબમાં.

(પંકજદાંડી)

No comments:

Post a Comment