Saturday, June 6, 2026

મુંબઈ એરપોર્ટનો અનુભવ

 

મુંબઈ એરપોર્ટનો અનુભવ 

એક દિવસ મેં મારી જાતનો સોદો કર્યો,

મુંબઈ એરપોર્ટ ઉપર એકસો વીસ ડોલરનો દગો કર્યો.

લાંચ ન આપવાના મારા વણલખ્યા નિયમને,

મજબૂરીમાં મેં કસ્ટમ ઓફિસરને વેચી દીધો.

તૂટી ગયું આ દેશભક્ત નોન રેસિડેન્શિયલ ઇન્ડિયનનું દિલ,

અરે મારો એક ડોલરનો સિક્કો પણ એણે લૂંટી લીધો.

માની લીધું કોક કમી હશે મારી દેશભક્તિમાં,

પણ ત્યારથી મેં ઇમાનદારીનો દરવાજો બંધ કરી દીધો.

(પંકજદાંડી)

1 comment: