પંકજનું શું
અસ્તિત્વ
લાંબા લોકડાઉન
પછી હળવાશથી જીવવાનું જડયું,
કોક ‘વેરી સ્પેશીયલ’ અચાનક મારે ઘરે આવી
ચડ્યું.
જુલાઈના
વીકએન્ડની વોર્મ ઈવનીંગમાં ડોરબેલ વાગી,
બાર્બેક્યૂના
સમયે કોણ હશે જાણવાની ઝંખના જાગી.
આજે તો કુરિયર જ હોય, માની દરવાજો ખોલ્યો,
ને ટોરોન્ટો વાળી
દિલદારે ‘હાય’ નો ટહુકો કર્યો.
તું ? અહીં !! અત્યારે !!! બોલતાં હર્ષાશ્રુ આવી પડયાં,
ને બાથ ભરતાં એના ગાલ પર ગબડી પડયાં.
હજુ પણ શું સાલું
જાજરમાન વ્યક્તિત્વ !
તેની સામે ‘વ્હાઇટ હેર’ પંકજનું શું અસ્તિત્વ ?
(પંકજદાંડી)
No comments:
Post a Comment