Saturday, June 6, 2026

દાદા દાદીએ

 

દાદા દાદીએ

દાદા દાદીએ ઘરના સૌને એક તાંતણે બાંધ્યા,

મમ્મી અને કાકીના ઝગડાને સ્નેહથી સાંધ્યા.

ફોઈ પોતાના અંગત રસ્તે છાનીમાની ચાલી,

પ્રેમલગ્નને રજીસ્ટર્ડ કરાવી અડધી રાતે ભાગી.

પપ્પા અને કાકાનો ઝગડો ચરમ સીમાએ પહોંચ્યો

દાદા દાદીના ભાગલા પાડી માંડ માંડ અટક્યો.

પરંતુ હવે દર રવિવારે,

મમ્મી અને કાકી નામે બે ઘાતકી ગોલકીપરો ગોઠવાય,

ને બે ઘરડાં શરીર સામસામે ફૂટબોલની જેમ ફંગોળાય.

(પંકજદાંડી)

1 comment: