પીલ્સ ગળતા થઇ ગયા
અપ-ડાઉન, ઉછળકૂદ ને ભાગદોડના
દિવસો છૂટી ગયા
માથે કાળી ડાઇમાં
છુપાયેલા ધોળા વાળ રહી ગયા.
શેમ્પુ, પરફ્યુમ, આફ્ટર શેવ ભૂતકાળ થઇ ગયા,
ગાલ પર કરચલીના
નકશા વર્તમાન બની ગયા.
બિયર, બ્રાન્ડી, વીસ્કી, રમ ને વોડકા છૂટી ગયા,
વિટામિન, પ્રેશર ને પ્રોસ્ટેટની
પીલ્સ ગળતા થઇ ગયા.
(પંકજદાંડી)
No comments:
Post a Comment