Saturday, June 6, 2026

દાદા દાદીને હજુય લવ કરે છે

 

દાદા દાદીને હજુય લવ કરે છે

દાદા દાદીને હજુય લવ કરે છે,

ચા પીતાં પીતાં ટીખળ કરે છે.

આદુ વાળી ચા પર આ ડોસો આફરીન છે,

દાદી કહે છેઃ દાદા તો એવરગ્રીન છે.

દાદાના ફેવરિટ છે; સ્વેતા સિંગ, 

રાહુલ કંવલ, અર્નબ ગોસ્વામી ને રજત શર્મા.

દાદીને ગમે કપિલ, મનીષ, અનુ, જય,

પૂજા, ગીતા મા ને માધુરી દીક્ષિત.

દાદીને મેચિંગ વહાલું ને દાદાના શર્ટ સાથે સાડી મેચ કરે, 

દાદાને કોન્ટ્રાસ્ટનું ઘેલું ને દાદીનું મેચિંગ બગાડી નાંખે.

એવરી સન્ડે દાદા ડ્રાઇવ કરે ને દાદી જીપીએસ બને,

ખખડતા ને ખખડાવતા બંને મંદિર પહોંચે.

બંને જીવન જીવે એવું, થાય આ જોડું પણ કેવું સરસ મઝાનું !

(પંકજદાંડી)

સુરેશ દલાલની કવિતાનું ટ્રાન્સફોર્મેશન

No comments:

Post a Comment