સંવત 2077
હે પ્રભુ ! હે વિભુ ! હે મિત્ર ! હે સખા !
હે જન્મદાતા ! હે મૃત્યુમોચક !
હે વિશ્વપોષક ! હે જગતચાલક !
સંવત 2077 ના નૂતનવર્ષની
સવારે,
તું તારું તેજ મુજમાં ભરી દે,
મારો અજ્ઞાનરુપી અંધકાર તું હરિ લે.
મારો અહંકાર તું ઓગાળી નાખ.
મારાં લોભ, લાલચ, મોહ, માયા,
ક્રોધ, કામના,
કુસંગ, કુટેવ, વ્યસન, વાસના ને તું
હરિ લે.
પ્રભુ મને સુઝાડ સન્માર્ગનો મુકામ.
ખીલવી દે આ પંકજને તું કમળ સમાન.
(પંકજદાંડી - સંવત 2077)
No comments:
Post a Comment