Friday, June 5, 2026

સમરની વહેલી પ્રભાતમાં

 

સમરની વહેલી પ્રભાતમાં

જાગીશ હું સમરની વહેલી પ્રભાતમાં,

મફલર, સ્વેટર, જેકેટ મુકીને કબાટમાં.

નો ટાઈમ ફોર ‘ટાઈમપાસ’ નસીબમાં,

‘ટાઈમ ઇઝ મની’ કેનેડિયન લાઈફમાં.

ભલે ને વીક ડેઝ જશે કામના ઘર્ષણમાં

પણ વીક એન્ડને જોઇશ આનંદના દર્પણમાં

બાર્બેક્યૂ કરીશ ને ક્રિકેટ વર્ડ કપ ટીવીમાં

વળી લગન, પાર્ટી ને પીકનીક બોનસમાં.

લોન્ગ વીક એન્ડ્સ બીચ અને કેમ્પીંગમાં,

લીવ લાઈફ જોગિંગ ને જમ્પિંગમાં.

 (પંકજદાંડી)

No comments:

Post a Comment