પુત્રમોહના ઘેરામાં
સત્તા લાલસા દેખાય છે રાજકારણના ગંદા ચહેરામાં.
વોટનો જુગાર રમાય છે ને લોકશાહીનું ચીરહરણ થાય છે
આધુનિક દુર્યોધનના દરબારમાં દુશ્મન દોસ્ત થાય છે.
કૌભાંડ અને છળ કપટના ઉપાસક મહારથી કહેવાય છે,
ખરેખરા વિજયીને દગાથી આમ જ હરાવી દેવાય છે.
સિધ્ધુ, શત્રુ, કીર્તિ જેવી
પાવલીઓ છેડો ફાડી જાય છે
સામે સિંધિયા જેવો પાંચનો સિક્કો પડાવી લેવાય છે.
આ કળિયુગ છે, માધવ નથી રહેવાનો ભારત સાથે,
પ્રજામતનો અર્થ નથી, પોલિટિક્સના મહારત સાથે.
(પંકજદાંડી)
મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ગુજરાત, દિલ્હી અને આખા
હિન્દુસ્તાનમાં જબરું પોલિટિક્સ ખેલાય રહ્યું છે. કોઈને CAA, NCR, NPR ને બહાને મોદીનો વિરોધ કરવો છે. કોઈને પ્રધાનપદ
જોઈએ છે. અને કોઈ કોઈ તો ખરેખર ભારતવિરોધી તત્વો સાથે ભળી ગયા છે. કોઈપણ રાજકીય
પક્ષનો ભરોસો થઇ શકે એમ નથી. શું કરવું ???
No comments:
Post a Comment