પરિમલની પરી
પનુની લાડલી મિત્તલની દુલારી, પધારી છે પોતી પરિમલની પરી,
મારી બા ને ઘર
હવે ઘર લાગશે જયારે ખીલખીલ હસશે આ પરી.
સુખની સંભાવના
અને ઈશ્વરની આરાધના બનશે આ પરી,
ચપલાવાળા ફેમિલીમાં
હર્ષોલ્લાસ લાવશે આ પરી.
કાજલ, મહેંદી, બિંદી, સિંદૂર સુધીના શૃંગાર
સજશે આ પરી,
સ્કર્ટ, ટોપ, જીન્સ ને ભારતીય પરિધાન
ધરશે આ પરી.
મોન્ટ્રિઅલમાં
પાયલે હમણાં જ ખુશીની જલેબી ધરી,
વેલકમ કરીએ છીએ
તને દાંડીના તારા જ ઘરમાં પરી.
હું નથી કહેતો આ
તો ખુદ કહે છે ભગવાન,
નિષ્ઠા હોય એને જ
મળે છે કન્યારત્ન નું વરદાન.
(પંકજદાંડી)
No comments:
Post a Comment