Friday, June 5, 2026

ડાર્લિંગ

 

ડાર્લિંગ

કોલેજ જીવનનો અતિ મીઠો મિત્ર હતો તું,  

વીતેલી યાદની નમકીન મીઠાશ છે તું.

અમૃત નહીં, અમારો ડાર્લિંગ હતો તું,

નિવૃત્ત પછી પણ પ્રવૃત્ત રહેજે તું.

મારી મજાકને સિરિયસ નો'તો લેતો તું ,

તારી ઘણી પરેશાનીનો ગુનેગાર છું હું.

દોસ્તોની યાદનું સંસ્મરણ બનજે તું,

અમૃત છે હવે અમૃત થઈને જીવજે તું.

(પંકજદાંડી)

 

એગ્રિકલચર કોલેજમાં અભ્યાસ કરતી વેળા હોસ્ટેલમાં રહેવું ફરજીયાત હતું છતાં અમે કેટલાક મિત્રો ઘરેથી અપ-ડાઉન કરીને ભણતા. તેમાં પંકજ, ગૌતમ, હર્ષદ અને અમૃત આમ ચાર મિત્રોની સરસ ટીમ હતી. અમૃતને અમે 'ડાર્લિંગ' ની ઉપાધિ આપી હતી. અમારાં બાળકોના એ ડાર્લિંગકાકા અને અમારી પત્નીઓના ડાર્લિંગભાઈ. જરા અજીબોગરીબ લાગતું આ સગપણ પણ મઝાનું હતું.  30મી જૂને ડાર્લિંગભાઇ સાહેબ નવસારી કૃષિ યુનીવર્સીટીમાંથી નિવૃત્ત થઇ ગયા. સાથે બીજા કેટલાક મિત્રો પણ નિવૃત્ત થયા. 2020 પૂરું થતાં મારા તમામ સહપાઠીઓ નિવૃત્ત થઇ જશે. પરદેશ વસેલા મિત્રોને હજુ વધુ સમય રાહ જોવી પડશે. કેનેડાના નવા નિયમો મુજબ મારે  65 વર્ષ 10 માસની ઉંમરે જુલાઈ 2015માં નિવૃત્તિ આવશે. હાલ તો હું મારા નિવૃત્ત મિત્રોની અદેખાઈ કરું છું.

 

 

No comments:

Post a Comment