Saturday, June 6, 2026

બાળપણ

 

બાળપણ

આર્યા અને પ્રાયનની ધીંગામસ્તી જોઈ રહુ છું,

વર્ણન કરવા માટે ખૂટી પડતા શબ્દો શોધી રહુ છું.

પ્રેશર ડાઉન કરવાની કુદરતી દવા કરાવી લઉં છું,

ટીવીના ન્યુઝ છોડી ટાબરિયાંમાં મન પરોવી લઉં છું.

આમના થકી જ તો હું મારા બાળપણમાં જતો રહુ છું,

દાંડી અને સામાપુરના ખાંજણની ધૂળમાં રમી લઉં છું.

દુનિયાની જવાબદારી ભૂલીને શાંતિથી જીવી લઉં છું, 

બસ આ જ પાગલપણામાં બાળપણ શોધી લઉં છું.

(પંકજદાંડી)

No comments:

Post a Comment