પુષ્પોનો અવઢવ
ભભકાદાર પતંગિયાંઓ
રંગબેરંગી પુષ્પોનું
મધુ ચૂસવાને બહાને
પરાગનયન કરાવી જાય છે.
અને
આવું જ કામ કરીને ભમરાઓ
ગુંજન કરતા ઉડી જાય છે.
હવે
અવઢવમાં તો પુષ્પો છે,
આ બંને જીવોનો
ઉપકાર માનવો કે કેમ ?
(પંકજદાંડી)
અમારા મિત્ર
ઝીણાભાઈ પટેલ નવસારી એગ્રી. યુનિવર્સીટીના વાઇસ
ચાન્સેલર બન્યા. તેની ખુશીમાં મને અમે ઝીણાભાઈ સાથે
એન્ટોમોલોજો વિભાગમાં વિતાવેલો સમય યાદ આવ્યો. અને યાદ આવ્યું ઈંડુ- ઈયળ- કોશેટો- પુખ્ત તથા ઈંડુ
-અર્ભક - પુખ્ત વાળું કીટકોનું લાઈફ સાયકલ. અને તેમાંથી બની ગઈ આજની રચના.
No comments:
Post a Comment