Saturday, June 6, 2026

કૃષિ કેમ્પસનો બાંકડો

 

કૃષિ કેમ્પસનો બાંકડો 

એક દિ મારામાં રહેલા બે પંકજે ઝગડો કર્યો,

દેશી પંકજે કેનેડિયન પંકજને સવાલ કર્યો.

હાલ તો ફેસબુકમાં ફસાયો છે તું ફાંકડો,

ને વોટ્સએપમાં અટવાયો તારો આંકડો.

જાણું છું દોસ્તો તારા કેનેડામાં પણ ઢગલો,

પણ ક્યાં ગયા માલિયો, સુરમો ને પફલો ?

યાદ કરી લે કૃષિ કેમ્પસનો એ બાંકડો,

હતો એનો ય કેવો જમાનો ફાંકડો !

તારી મિત્ર ટોળીને પડતો એ સાંકડો,

તમારા વિના એ હશે લાગતો રાંકડો !

(પંકજદાંડી)

No comments:

Post a Comment