પ્રકૃતિ યાન્તિ
ભૂતાનિ
પંકજ ! તારા સુધરવાના વાયદાનું શું?
મારો સ્પષ્ટ જવાબ, હું તો પ્રકૃતિનો પૂજક
છું,
ને મોન્ટ્રિઅલમાં
મઝાનો લોકડાઉન છું
હું આ બાબતે સાચું
કહી શકું એમ નથી,
મહાનુભવો પણ
પોતાની પ્રકૃતિ છોડી શકતા નથી.
દુર્વાસા ક્રોધ, બુદ્ધ માંસાહાર ને યુધિષ્ઠિર જુગાર,
વિશ્વામિત્ર
કામવાસના, દ્રોણાચાર્ય પૂત્રમોહ ને બલરામ શરાબ
ટોલ્સટોય
વેશ્યાગમન ને રસેલ લફરાંબાજી છોડી ન
શક્યા.
હું તો એક પામર
જીવ છું, મારાથી શું બને શક્ય?
કૃષ્ણ કહે છેઃ
પ્રકૃતિ યાન્તિ ભૂતાનિ,
હું કહું છું: સુધરું ન સુધરું, મરજી મારી પોતાની.
(પંકજદાંડી)
પ્રકૃતિ યાન્તિ ભુતાની !
ReplyDelete