પ્રિષા
દિવસોથી સપનામાં જોયેલી એક પરી,
કેનેડા દેશે, મોન્ટ્રિઅલ શહેરમાં,
સેન્ટ મેરી હોસ્પિટલમાં, આજે સદેહે અવતરી.
પાર્વતીબાની અમૃતમ ફેમિલીમાં,
એક મધુર મીઠી સ્વીટીનું શુભાગમન થયું.
કનિષાને આ નાજુક કળી,
પ્રભુને ચડાવેલાં ફૂલોની અવેજીમાં મળી.
પંકજ દાદાના વહાલનો દરિયો,
તારા બાના પ્રેમનું ઝરણું,
પ્રશાંત પાપાની પરી, પ્રિયંકા ફોઈના હેતની હેલી,
આર્યાની જુનિયર, પ્રાયનની લિટલ દીદી,
ચંદુભાઈની ચમેલી, રમીબાની રંગોલી,
‘પ્રિષા’ આજે સોમવારે રાતે અવતરી.
(પંકજદાંડી)
મારી પાર્વતી બા
ની ‘અમૃતમ ફેમિલી’નું હું પહેલું સંતાન. જન્મ સમયની મારી ‘મીન’ રાશિ પ્રમાણે મારુ નામ
દિલીપકુમાર રખાયેલું. મારા પપ્પાનો દેખાવ પણ ફિલ્મ અભિનેતા
દિલીપકુમારને મળતો આવે. પરંતુ કોઈક કારણસર મારુ નામ બદલીને પંકજકુમાર કરાયું. મારા ભાઈની જન્મરાશિ ‘તુલા’ છતાં તેનું નામ પરિમલ
રખાયું. પછી બહેન પ્રીતિનું આગમન થયું. પછી આ સિલસિલો આગળ
ચાલ્યો. જેમાં બીજી પેઢીમાં પ્રિયંકા, પ્રશાંત, પ્રણવ, પ્રણય અને પાયલ આવ્યાં. ત્રીજી પેઢીમાં પ્રાયન, પ્રાચી અને હવે પ્રિષાનો ઉમેરો થયો. આ બીજી અને ત્રીજી
પેઢીની અન્ય શાખાઓ ઉપર શિરીષ-અનિષ અને આર્યા, રીષિ, જીયા તથા જેની ઝૂલી રહ્યાં છે. આમ મારી પાર્વતી બા નું ‘અમૃતમ ફેમિલી’ બહુવિસ્તૃત થઇ રહ્યું
છે.
No comments:
Post a Comment