બારણે ટકોરા
31 ઓગષ્ટે મારે ટોરોન્ટો આવવાનું હતું,
પંકજ મામાએ મોસાળામાં મહાલવાનું હતું.
આમ તો બહાનું ગૌતમને ઘરે જવાનું હતું,
પણ સાથોસાથ તારું ઘર ગોતવાનું હતું.
કામ તારે બારણે
ટકોરા મારવાનું હતું,
“અલી, કેમ છે?” એટલું જ પૂછવાનું હતું.
“ચાલ બેસ, ને શું લઈશ?” સાંભળવાનું હતું,
ને પછી ચા સાથે ભજિયાં ઝાપટવાનું હતું.
(પંકજદાંડી)
આ કોરોનાએ ઘણું બગાડયું. ઘણાં લગ્નો પોષ્ટપોન્ડ થયાં. મારે પણ એક લગ્ન પ્રસંગમાં
ખાસ હાજર રહેવાનું હતું. આજની રચના એ પ્રસંગ ગુમાવ્યાના
દુઃખની છે.
No comments:
Post a Comment