Saturday, June 6, 2026

મારી જુવાની

 

મારી જુવાની 

જતાં જતાં એ મને મઝાની ભેટ આપી ગઈ,

ઘડપણમાં ગાયા કરું એવું ગીત શીખવી ગઈ.

એની પાસે ઘણું બધું મેળવવાની તમન્ના રહી ગઈ,

જોબ પર જોબ અપાવીને ખોવાનો ગમ દેતી ગઈ.

ઇન્ડિયામાં બિન્દાસ જીવવાની મઝા લઇ ગઈ,

કેનેડામાં નિયમબધ્ધ જીવનની સજા દઈ ગઈ.

હું સુખી ગણું કે દુઃખી પણ એ એટલું તો કરતી ગઈ,

ઓસીઆઈ અને કેનેડીયન સીટીઝનશીપ દેતી ગઈ.

(પંકજદાંડી)

 

મારાં એકસઠ પૂરાં થયાં. આજની રચના વીતેલાં વર્ષોને સમર્પિત.....

No comments:

Post a Comment