Saturday, June 6, 2026

નિર્ભયા ભયભીત થઇ

 

નિર્ભયા ભયભીત થઇ

ફરીથી માનવતા શર્મસાર થઇ છે,

વધુ એક નિર્ભયા ભયભીત થઇ છે.

હવે તો બહેનો તમે જ ડેવલોપ કરો કોઈ એપ,

નરાધમને નપુસંક બનાવે કરવા જાય જો રેપ.

પૂછો યોગી-મોદીને, ક્યાં સુધી ડરી ડરીને રહેવાનું ?

ગૌરવથી છે જીવવાનું, બળાત્કારથી નથી મરવાનું.

ચંડ મૂંડ ને મારીને ચામુંડાએ કર્યો હતો ઉદ્ધાર,

હવે ખુદ બનો ચામુંડા ને ખુદ પર કરો ઉપકાર.

(પંકજદાંડી)

 

ઉત્તરપ્રદેશમાં માનવતાને શર્મસાર કરતો વધુ એક બનાવ બન્યો. આવું ક્યાં સુધી ચાલશે ??? 

No comments:

Post a Comment