એક સંબંધ એવો પણ હોય
એક સંબંધ એવો પણ હોય,
જ્યાં ‘સાહેબ’ શબ્દનો અંતરાય ન હોય.
જ્યાં સ્નેહની સુગંધ હોય, મૈત્રીની મહેંક હોય.
લંચ બોક્સની મીઠાશ ને ભાવની
ભીનાશ હોય.
જ્યાં સુરેશ, સુબોધ સહિતની યાદો હોય,
જ્યાં ડાર્લિંગના ભોળપણાની વાતો
હોય.
જ્યાં ‘સુરતી આર્ટિકલ’નો પ્રતિબંધ ન હોય,
વળી વઘઇની વાતોનો નિબંધ લખાય.
એ કોનો સબંધ વિચારવાણી જરૂર
જ ન હોય,
ભાઈ, એ તો પંકજ અને ઝેડ.પી.નો જ હોય.
(પંકજદાંડી)
મિત્ર ઝીણાભાઈ નવસારી એગ્રિકલચરલ યુનિવર્સીટીના
વાઇસ ચાન્સેલર થયા પછી પ્રથમ વાર વોટ્સએપ થી વાતો કરવાનો મોકો મળ્યો. છેક 1977 થી શરુ થયેલી અમારી યાદોની જૂની ફાઈલોને ફરીથી ખોલવાનો આનંદ આવ્યો, અને એ જ વાતોને વણી લઈને એક રચના ઉતરી આવી.
No comments:
Post a Comment