Wednesday, May 13, 2026

ભારતની રક્ષા કરવી છે

 

ભારતની રક્ષા કરવી છે

બંધારણ મુજબ દેશ ચાલે છે, ચૂંટાયેલી સરકારોથી;

પણ હોંશિયાર રહેજો દોસ્તો, એમાં છુપાયેલા ગદ્દારોથી.

સજ્જ છે આતંકી, ઈમ્પોર્ટેડ બંદૂક, બોમ્બ, ગોળીથી;

બળ મેળવે છે, એજ્યુકેટેડ-એવોર્ડ વાપસી ટોળીથી.

મા ભરતીના સંતાનો, ઓળખો મુફ્તી નામે મંથરાને; 

ગોવા ઘુમો, ગુજરાત ઘુમો, છોડો કાશ્મીરની કંદરાને.

ખૂણે ખાંચરેથી શોધીને, ગદ્દારોને શિક્ષા કરવી છે;

જાગો સૌ ભારતીયો જાગો, ભારતની રક્ષા કરવી છે.

(પંકજદાંડી)

 

No comments:

Post a Comment