સ્પ્રિંગની શરૂઆત
પાર્ક, પાર્કિંગ લોટ, રસ્તા અને ઘરનાં
આંગળાંમાંથી
સ્નો પીગળી રહ્યો છે.
નાનાં નાનાં ઝરણાં ખળખળ વહી રહયાં છે
ને આનંદની કોઈ સીમા નથી.
કેનેડા આખાની સઘળી સરિતાઓએ
આનંદના કિનારાઓને છલકાવી દીધા છે.
આનંદનું મહાપુર જાણે અમેરિકા ખંડની
મુસાફરીએ નીકળી પડયું છે.
ઈશ્વરની અનંત દિવ્યતાનો અંશ અહીં ડોકાઈ રહ્યો છે.
કેનેડાના વૃક્ષોનો પર્ણ વૈભવ અને પુષ્પ વૈભવ
સાકાર થવા થનગની રહ્યો છે.
નોર્થ અમેરિકન લાઈફ પણ
માણવા અને જાણવા જેવી મૂલ્યવાન ઘટના છે.
અહીં કેટલાક
માણનારા જીવનને જાણવાનું ચુકી જતા દેખાય છે.
અને બુદ્ધિશાળી લોકો જાણવા જવામાં માણવાનું ચુકી જાય છે.
(પંકજદાંડી)
No comments:
Post a Comment