કોઈ યોગ્ય બહાનાની શોધમાં જ હોય છે.
દાંડીની પવિત્ર ધરતી પર આવી જ એક ઘટના ઘટી.
વિદ્યામંદિરના વર્ગખંડની પાટલીઓ પર
એક દિવ્ય અકસ્માતને કારણે
પંકજ અને ચાંદની વચ્ચે તારામૈત્રક
રચાયું.
એ મત્સવેધી ક્ષણે બે વચ્ચે પ્રગટેલી મધુરાનુભૂતિના
મૌનમાંથી સ્મિતનું ખળખળ ઝરણું વહ્યું.
એ ઝરણાંના અલૌકિક લય પર
પરમ ચેતનાના અણસાર મળ્યા.
એ દિવ્ય ચેતનાએ બે નિષ્પાપ હૃદયના
અપ્રદૂષિત વાતાવરણમાં ઝબકારો કર્યો.
પણ એ ઝબકારો આકાશી વીજળીની જેમ
એક જ વાર ઝબકીને વિલુપ્ત થઇ ગયો.
પછી એનો ગડગડાટ છેક પચાસ વરસ બાદ,
વોટ્સએપ પર, વાયા મોન્ટ્રિઅલ સંભળાયો.
(પંકજદાંડી)
No comments:
Post a Comment