સલૂણી સંધ્યા
સમર વેકેશનમાં સૂર્યાસ્ત વેળાની એક સલૂણી
સંધ્યાએ,
દાંડીના દરિયા કિનારે હું એકલો ઉભો છું.
વિશાળ તોફાની સાગર તરફ મારી નજર તાકી રહી
છે.
તેવામાં એક પક્ષી આથમતા સૂરજની બરાબર
મધ્યમાંથી પસાર થયું.
મારી ટીન એજમાં નસીબ થયેલ કુદરતી
સૌંદર્યની આ અદભુત ક્ષણે,
મને કુદરતની બીજી એક નાજુક રચના યાદ આવી.
સૂરજની એ લાલીમાં મને એક ગુલાબી ચહેરો
દેખાયો.
મેકઅપ વગરના સૌંદર્યની જ્યોતિ, પ્રસન્નતા
અને પ્રભાનો પડઘો પડયો.
પંકજને યાદ આવી એચહેરાને પામવા કરેલી
ઉપાસના.
જીવનની આ વિરલ ક્ષણે અધૂરા રહેલા અરમાનની
આગ ભભૂકી ઉઠી.
મેં હવે ‘ફીલ સિક્સટીન આફ્ટર સિક્સટી’ ના
સૂત્રને સાકાર કરવાના પ્રયત્નોમાં
ઈશ્વરના અનુગ્રહથી જિંદગીનાં સુખ દુઃખ
સાચા સ્વરૂપમાં સમજ્યાં.
ત્યારે ફરી યાદ કરું છું સૂર્યાસ્ત
વેળાની એ સલૂણી સંધ્યા.
(પંકજદાંડી)
No comments:
Post a Comment