વહી ગઈ સરગમાં
પંકજભાઈને માતા પાર્વતીજી સાંભરે,
મમતાની મૂરત મારી વહી ગઈ સરગમાં.
આર્યા ને
પ્રિષા ઝૂમે ડીજે ના તાલમાં,
જાત્રાની વાંસળી મારી લઇ ગઈ
સરગમાં.
કનિષાની ગાડી
અહીં દોડે ઝડપમાં,
ચાલણગાડી મારી લઇ ગઈ સરગમાં.
પીઝા ને પાસ્તા
હવે પ્રશાંતની પાસમાં,
પંકજની
પુરણપોળી લઇ ગઈ સરગમાં.
જીન્સ ને ટી-શર્ટ પહેરે પ્રાયન મઝાનાં,
ખાદીની ચડ્ડી મારી લઇ ગઈ
સરગમાં.
બા તારી યાદ
ભરી છે પ્રિયંકાની કેકમાં,
તારાની ભાખરી
તું લઇ ગઈ સરગમાં.
બોલ ને બેટ અહીં મળે ઓન-લાઈનમાં,
આનાનું પાટિયું મારું વહી ગયું સરગમાં.
મારી માતાજીને એટલું કહેજો ઓધવજી,
હૈયે હાજર છે, ભલે
વહી ગઈ સરગમાં.
“વિશ યુ હેપ્પી
બર્થ ડે” અમારી પાર્વતી બા’
‘અમૃતમ ફેમિલી’ મેસેજ
પહોંચશે સરગમાં.
(પંકજદાંડી)
મારી બાનો આજે 93મો જન્મદિન છે. (જન્મ : 28/06/1933 અવસાન 23 /11/2023) નેવું વરસના આયુષ્યમાં એણે અનેક તડકી છાંયડી
જોઈ. અમને ત્રણે ભાઈ-બહેનને ભણાવ્યાં, ગણાવ્યાં, પરણાવ્યાં. આજે એ સદેહે અમારી વચ્ચે નથી ત્યારે એની યાદમાં
આજની રચના... (કોપી- નંદબાવાને માતા જશોદાજી સાંભરે)
i miss you ba.
ReplyDelete