આનંદનો રંગ
ઇન્ડિયામાં અભ્યાસ પૂર્ણ કર્યા પછી
બેન્ક અને યુનિવર્સીટીમાં કરેલી નોકરી
મારે માટે યોગ્ય હતી.
હું એ નોકરીને લાયક હતો.
પણ કેનેડામાં મેં જોબ કરી, જે મારે લાયક ન હતી.
છતાં મેં એ મહેનત વાળી જોબને આનંદના
રંગે રંગી નાંખી.
આનંદમય કર્મ આશીર્વાદ છે.
આનંદનો રંગ ન લાગે તો જોબ વૈતરું બની
જાય.
કષ્ટમય વૈતરું અભિશાપ છે.
મને કામનો થાક જરૂર લાગતો પણ તે મીઠો
હતો.
મીઠો થાક મીઠી નીંદર આપતો.
મીઠી નીંદર મારુ સ્વાસ્થ્ય જાળવવામાં
ઉપયોગી થતી.
હવે હું રિટાયર્ડ કેનેડિયન પેન્શનર
છું.
છતાં હું નવરોધૂપ નથી, અવકાશપ્રાપ્ત છું.
મારી પાસે પ્રવૃત્તિમય નિવૃત્તિ છે અને
નિવૃત્તિમય પ્રવૃત્તિ પણ છે.
ટૂંકમાં મારી પાસે અકર્મણ્યતા નથી.
નિવૃત્તિ પછી પણ આનંદના રંગે રંગાયેલો
છું.
(પંકજદાંડી)
No comments:
Post a Comment