Sunday, November 1, 2026

સ્નેહભર્યા સંબંધની મર્યાદા

 

સ્નેહભર્યા સંબંધની મર્યાદા

દરેક સ્નેહભર્યા સંબંધની એક મર્યાદા હોય છે.

પવિત્ર મર્યાદાની એક આગવી સુગંધ હોય છે.

આ સુગંધ હૃદયના વિશિષ્ઠ સંબંધમાં તાજગી પૂરતી હોય છે.

સંબંધો લક્ષ્મણરેખામાં રહે તે ઉભયપક્ષે આવશ્યક છે.

ઘણીવાર મર્યાદાના બંધનનો નિર્ણય ભલે કઠોર લાગે,

પરંતુ તે બંનેના હિતમાં હોય છે.

ગુરુકુળ છુટયાનાં પચાસ વરસ થયાં,

તે પછી પણ આપણે બંને

એકબીજા વગર ઝૂરતાં રહયાં.

ફેસબુક અને વોટ્સએપને સહારે મળતાં રહ્યાં.

‘જય શ્રી કૃષ્ણ’ અને ‘રાધે રાધે’ ના સહારે સંપર્કમાં રહયાં.

અરે ! ઘડીભર મળ્યાં ય ખરાં,

 પણ કેમેરાની એક ફ્રેમમાં ફીટ ન થઇ શક્યાં.

શું એ જ આપણી નિયતિ છે ???

(પંકજદાંડી)

 

No comments:

Post a Comment