પુષ્પત્વ
વિન્ટર બારણે દસ્તક દઈ રહ્યો છે ત્યારે,
મારા ઘરના ફ્રન્ટમાં એક ગુલાબ ખીલ્યું છે.
એ ‘પેલેસ જોસેફ તાસે’ને સુંદરતાની દીક્ષા આપી રહ્યું છે.
એ સુંદર ફૂલને ખાતરી છે કોઈ એને નહીં જ તોડે.
મોર્નિગવોક કરનારા એનું સ્મિતથી અભિવાદન કરે છે.
મોડર્ન ટેસ્લા કારમાં આવેલી સુંદર યુવતીએ
સુંદર ગુલાબના ફૂલ તરફ મારુ ધ્યાન દોર્યું.
યુવતીના હાથમાં સોનાનું બ્રેસલેટ હતું.
કહ્યું; કાશ
મારા સોનામાં આ ગુલાબની સુગંધ ભળી જાય.
પણ સોનામાં સુગંધ ભળતી નથી.
સોનાનો સંબંધ ચળકાટ સાથે છે.
જયારે સુગંધનો સંબંધ ભીતરના ચારિત્ર સાથે છે.
સોનુ ત્રાજવે તોલાય,એને
લોકરમાં સાચવવું પડે.
પુષ્પત્વ ગણતરી કે તોલમાપથી પર છે.
સુગંધ, પુષ્પ
અને પુષ્પત્વ ખુલ્લા બાગમાં જ શોભે છે.
(પંકજદાંડી)
No comments:
Post a Comment