Sunday, November 1, 2026

વાસી હોળી ધુળેટી

 

વાસી હોળી ધુળેટી

હું અહીંથી કવિતા મોકલું છું, તું ત્યાંથી કોમેન્ટ મોકલજે, 

ચાલ મેદાનમાં આવી જઈએ, ઈશ્કની મેચ રમી લઈએ.

કેલેન્ડર, તારીખ અને તિથિ મુજબની ધુળેટી ભલે નથી,

હેત ને હૈયે આપણે નવરંગ હોળી-ધુળેટી રમી લઈએ.

હું અહીંથી રંગ ઉછાળું છું વોટસએપમાં ભરીને,

તું ત્યાં શરમની મારી લાલ લાલ થઇ જઈશ.

તું ફેસબુકની પિચકારીમાં પ્રીતનું પાણી ભર,

 હું અહીં આખેઆખો ભીતર સુધી ભીંજાઈ જઈશ.

આપણી વચ્ચે જોજનોનું અંતર છે છતાં,

હું અહીં બાથ ભરું છું, તું એહસાસ કરી લઈશ.

દેખાડી દઈએ જગતને આવી રીતે પણ થઇ શકે છે પ્રીત,

આપણી અનોખી મળ્યા વિના મુલાકાતની રીત.

(પંકજદાંડી)

No comments:

Post a Comment