Sunday, November 1, 2026

ભૂમિ પરથી ઉખડી રહ્યાં છીએ.

 

ભૂમિ પરથી ઉખડી રહ્યાં છીએ.

 

ગાંધી યુગની પગપાળા દાંડીકૂચથી

મોદીયુગની અવકાશયાત્રા સુધી પહોંચેલા

ભારતવાસીઓ અમને જરા સાંભળશો કે ?

અમે માતૃભૂમિથી દૂર જઈને,

‘નોન રેસીડેન્સીયલ ઇન્ડિયન’ બનીને,

ધીરે ધીરે ભારતની ભૂમિ પરથી ઉખડી રહ્યાં છીએ.

ફ્લાઈટના ‘ટેક-ઓફ’ની સાથે જ અમારું ‘ગીવ-અપ’ શરુ થયું.

ભાઈઓ છૂટ્યા, બહેનો છૂટી, મા-બાપ, મિત્રો ને સબંધીઓ છૂટ્યાં.

કેનેડાના વિવિધ શહેરોમાં

સંઘર્ષ, મહેનત, બચત, કરકસરના કોમ્બિનેશનથી

‘મીનીભારત’ અને ‘મીનીગુજરાત’ ઊભાં કર્યાં.

સોશીયલી અને ઈકોનોમિકલી સ્ટ્રોંગ બન્યા.

મંદિરો બનાવી હિન્દુ ધર્મની ધજાને કેનેડામાં પણ લહેરાતી રાખી.

અમારાં કેનેડિયનબોર્ન બાળકો ગુજરાતી બોલી શકતાં હોવા છતાં,

એક બાબત ચિંતા કરાવે છે.

તેમને ઇન્ડિયા ગમે તો છે,

પણ માત્ર ફરવા માટે, રહેવા માટે નહીં.

આમ અમે ધીરે ધીરે ભારતની ભૂમિ પરથી ઉખડી રહ્યાં છીએ.

(પંકજદાંડી)

No comments:

Post a Comment