Sunday, November 1, 2026

ફોનના ઉપવાસ

 

ફોનના ઉપવાસ

ખોરાકના ઉપવાસ આરોગ્ય માટે સારા ભલે હશે

 પરંતુ લાંબા ઉપવાસ સારા નથી જ.

વાતચીતની બાબતમાં પણ આવું જ છે,

એક બાજુનું મૌન બીજી બાજુ માટે અકળાવનારું બને છે.

આખેઆખો બુધવાર એક રીંગની રાહ જોવામાં

વ્યતીત થાય અને અંતે નિરાશા સાંપડે એ કેમ ચાલે ?

હું તારા કોકિલ કંઠે ઉચ્ચારાતા

‘હેલો’ શબ્દ સાંભળવા બેચેન બન્યો હોઉં,

અને તું એકદમ બેફિકર બનીને,

 ફોનનું બ્રહ્મચર્ય પાળો તે કેમ ચાલે ?

હવેનો બુધવાર ખાલી નહીં જ જાય

એવી આશા રાખીને બેઠો હતો

અંતે પરમ દિવસે, બુધવારે, સેલફોનની રીંગ રણકી,

ને તારો મીઠો ટહુકો સંભળાયો.

આખો બુધવાર તારી વાતોની યાદોમાં રંગીન રહ્યો

પણ ગુરુવારની સવાર અમદાવાદના અશુભ સમાચાર લઈને આવી.

શુક્રવારની સંધ્યાએ ચાલ આપણે બંને, એ કમનસીબ આત્માઓની શાંતિ પ્રાર્થીએ !

(પંકજદાંડી)

 

 

 

No comments:

Post a Comment