ત્રાસવાદ
એક ત્રાસવાદી હજારો લોકોની જંદગી સાથે ખૂની ખેલ ખેલે છે.
તેમનો ધર્મ છે;
ત્રાસ, આતંક અને હિંસા.
ભારતમાં કેટલાક રાજકારણીઓનું પણ એક જ
કામ છે,
ત્રાસવાદીઓને માનવતાના ધોરણે રક્ષણ અપાવવાનું,
કાયદાની છટકબારીઓ શોધી બચાવવાનું,
અને હિન્દુસ્તાનનું નખ્ખોદ વળાવવાનું.
‘ભારત માતાકી જય’
બોલવાથી પણ દૂર ભાગતા
કેટલાક ભ્રષ્ટ રાજકારણીઓ,
રાષ્ટ્રીય સમસ્યાઓને પંપાળવાની કુટેવ ધરાવે છે.
સાચો દેશભક્ત રાજનેતા એ છે જેને,
ભૂખ મંજુર છે, કષ્ટ
મંજુર છે, મૃત્યુ સુધ્ધાં
મંજુર છે
પરંતુ નિસ્તેજ ઓશિયાળાપણું કદાપી મંજુર નથી.
જે દેશ ત્રાસવાદીને સજા ન કરી શકે,
એ એક દિવસ પોતાનું અસ્તિત્વ જ ગુમાવી બેસે છે.
ભારત ધીમે ધીમે
એ અધોગતિ તરફ નથી સરકી રહ્યું ?
(પંકજદાંડી)
No comments:
Post a Comment