શ્રાવણની સાંજે
એ દિવસ આજથી પચાસ વરસ પહેલાનો, હજુ યાદ રહ્યો છે.
મોન્ટ્રિઅલમાં મધરાતે પણ મને ઊંઘમાંથી
જગાડતો રહ્યો છે.
શ્રાવણની સાંજે દાંડીના દરિયા કિનારે
સૂર્ય અસ્ત થઇ રહ્યો છે.
આકાશમાં એક મોટું વાદળ વરસવાની તૈયારી
કરી રહ્યું છે.
આથમતો સૂર્ય સ્માઇલિંગ ફેઈસ સાથે ગુડ બાય
કહી રહ્યો છે.
સામે પૂર્વનું આકાશ વિશાળ મેઘધનુષ
સજાવીને બેઠું છે.
હું અને તું હાથમાં હાથ રાખીને કિનારે
મ્હાલી રહયાં છીએ.
ત્યાં તો વીજળીનો ચમકારો થયો ને જોરદાર
ગડગડાટી થઇ.
ને તારો હાથ મજબૂતાઈથી મારા હાથ ઉપર
વીંટળાય ગયો.
મારો હાથ, તારો
હાથ, જાદુની ઝપ્પી ને ઊંડો શ્વાસ લેવાયો.
શ્વેત-શ્યામ સમર્પણ, ગાઢ
આલિંગન, પછી મોરનો કેકારવ થયો.
ત્યારે સર્જાયેલી લાગણીના તરંગ એટલે આજની આ કવિતા.
મધરાતે જાગીને ફેસબુકના પેજ પર પોષ્ટ
કરેલી આપણી રચના.
(પંકજદાંડી)
No comments:
Post a Comment